ભરૂચ તાલુકાના નવેઠા ગામે આજે બપોરે સર્જાયો ગમખ્વાર અકસ્માત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ તાલુકાના નવેઠા ગામ નજીક આજે બપોરના સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક કાર ચાલકે પોતાની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બ્રેક ડાઉન પડેલી જીએફએલ કંપનીની લક્ઝરી બસની પાછળ ઘુસાડી દેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો તેમજ બસમાં સવાર કામદારો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.

ઘટનામાં કારચાલકને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!