પાવી જેતપુર, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાવીજેતપુર ના રાસલી ગામે રેતીના સ્ટોક પર જનતા રેડ કરી ચાર ગાડી સ્ટોકની અંદરથી લોક ટોળા દ્વારા ઝડપી પાડતા તપાસનો વિષય બન્યો છે. સમગ્ર મામલે જનતા રેડ કરી લોકટોળા ને ચાર ગાડી ઓવરલોડ જોવા મળતા તેને ઝડપી પાડી ખનીજ વિભાગને બોલાવી સોંપવામાં આવી હતી.
જ્યારે સમગ્ર મામલો ગરમાતા ગાડી ક્યાંથી ભરી તેની તપાસ સાથે ખનીજ વિભાગના અધિકારીઓ સાથે એકત્રિત થયેલા લોક ટોળા ઓરસંગ નદીમાં ઉતરી ગયા હતા ત્યાં ચાર જેટલા મશીનોને પણ તપાસના ડાયરામાં લેવાનું જણાવતા તે પણ તપાસના વિષય બન્યો છે.
સમગ્ર મામલે લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો અને ગુપ્તા સાહેબને બોલવા માટેની ઉગ્ર માંગ કરી હતી. સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખનીજ વિભાગ ના ફિલ્ડ વર્કના અધિકારીઓ દ્વારા ફક્ત અને ફક્ત ટ્રેક્ટર જ પકડવામાં આવે છે લિઝોમાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓ હપ્તા ખોરી કરે છે એવા પણ આક્ષેપો લોકટોળા દ્વારા લગાવવામાં આવ્યા હતા.
લોકો દ્વારા જણાવ્યું હતું કે સમગ્ર મામલે પાવીજેતપુર મામલતદાર ને પણ ઘણી વખતે ફોન કરવામાં આવ્યા હતાં પણ તેમના પણ ફોન બંધ આવતા હતા એવું લોકટોળા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે ખનીજ વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હાલ આ તમામ સાધનોની અટકાયત કરી અને પૂરતા પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવેલ છે અને ત્યાર બાદ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર





