રાજપીપલા
– ભાજપા જોડવાની વાત છોડો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા 1 લાખ ભાજપા કર્મચારીઓને આપ માં જોડી દઈશ
– કવાંટ તાલુકાના આઠા ડુંગરી ખાતે આપની જનસભામાં ચૈતર વસાવાનો હુંકાર
ચૈતર વસાવાને ભજપામાં જોડાય તો ભાજપા આવકારમાં તૈયાર એવા છે. રાજપીપલા ખાતે સાંસદ જશુ ભાઈ રાઠવાના આ નિવેદન સામે આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો કર્યો છે. ચૈતર વસાવા એ ભાજપામાં જોડાવાનો સાફ ઈન્કાર કર્યો છે. કવાંટ તાલુકાના આઠા ડુંગરી ખાતે આપની જનસભામાં ચૈતર વસાવાનો હુંકાર
કરતાં જાહેર પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાજપા જોડાવાની વાત છોડો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા 1 લાખ ભાજપા કાર્યકરોને આપમાં જોડી દઈશ.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. હું આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં એવી સ્પષ્ટ વાત કરી હતી. એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી. ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામયાબ થશે નહીં. આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આપમાં જોડીશું. આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો આપમાં જોડાશે ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે પીએમ મોદી ડેડીયાપાડા આવી રહ્યા છે.




