રાજપીપલા,
નર્મદા જીલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ રહ્યો છે. છેલ્લા પ દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જીલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશનમાં હોટ ફેવરીટ રહ્યો છે. ૩૧ ઓક્ટોમ્બર ૨૦૧૮ ના રોજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અન્ય ૨૦ પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકતા પ્રવાસીઓએ પણ ૨૫ તારીખ સુધીમાં સ્ટેચ્યુ સહીત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઈન બુકીંગ કરાવી દેતા બુકીંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે. ગત વર્ષે પ્રવાસીઓ જે એક દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓ ૨ થી ૩ દિવસ સુધી ટેન્ટ સીટી અને હોટલોમાં બુકીંગ કરાવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટો પર પ્રવાસીઓના આંકડા જોઈએ તો અમિત અરોરા સીઇઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જણાવ્યા અનુસાર અહીં રોજના ૪૦ હજાર પ્રવાસીઓ અને વ્યૂવિંગ ગેલેરીમાં ૫૦૦૦ જંગલ સફારી પાર્કમાં રોજના ૧૦ હજાર ચિલ્ડ્ર્ન પાર્કમાં રોજના ૫૦૦૦ પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. આમ સરેરાશ રોજના ૪૦ થી ૫૦ હજાર કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ૨.૭૦ કરોડ કરતા પણ વધુ પ્રવાસીઓ એ સ્ટેચ્યુની મુલાકાત કરી છે. જોકે ૨૦૨૫ માં ચાલુ વર્ષે સ્પેશિયલ પ્રથમવાર પ્રકાશ પર્વની ઉજવણીમાં લાઇટિંગ કરવામાં આવ્યું છે જે પ્રવાસીઓનું ખાસ આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. આજે દેશના તમામ પ્રવાસન ધામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું નંબર વન બન્યું છે. ૭.૫ કિમિના એરિયામાં ગ્લો ટનલ બનાવવા માં છે અહીં પ્રવાસીઓ રાત્રે ફરવા આવે છે.અહીં ફરતા પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોઈ એવો અહેસાસ કરી રહ્યા છે.





