છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા બારાવાડ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનન કરતું મશીન ઝડપી પાડતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

સિંઘમ સ્ટાઇલમાં ભૂસ્તર વિભાગના મહિલા અધિકારી પોતાની ઉત્કૃષ્ટ કામગીરીથી વખણાય છે

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાવીજેતપુર તાલુકાના બારાવાડ વિસ્તાર માં ભૂસ્તરશાસ્ત્રી વિપુલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમ તપાસમાં હતી તે દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન કરતુ 1 મશીન ખાણ ખનીજની મહિલા અધિકારી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. લેડી સિંગમ સ્ટાઇલમાં ફિલ્મી ધભે બારાવાડ ખાતે ચાલતા ગેરકાયદેસર ખનનને ઝડપી પાડતા આસપાસમાં વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વિસ્તારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી નો પટ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલ છે જેથી કરીને અનેક જગ્યાઓ પર ગેરકાયદેસર ખનન થતુ હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ખનીજ વિભાગની ટીમ વારંવાર આવા બનાવોને ઝડપી પાડતી હોવા છતાં પણ આ રેતી માફીયાઓ ચોરી કરવાનું ભૂલતા નથી. આજરોજ આવી જ ઉત્કૃષ્ટ કાર્ય દ્વારા ખનીજ વિભાગની ટીમ દ્વારા એક મશીન ઝડપી પાડી નજીકમાં આવેલ રસ્તા ઉપર સીઝ કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હવે જોવું એ રહ્યું કે ખનીજના ઉચ્ચ અધિકારી દ્વારા લાગુ પડતા લીઝ ધારકને આ બાબતે કેટલા દંડની જોગવાઈ કરવામાં આવે છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!