છોટાઉદેપુર
ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના કુલ-૧૦ વાહન યોરીના ગુન્હાઓમાં રાજ્ય બહારના નાસ્તા ફરતા તથા ઝોઝ પો.સ્ટે.વિસ્તારમાંથી ચોરીયેલ મોટર સાયકલ સાથે એક
ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બાન્ચ…
શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના મળેલ જે અન્વયે શ્રી એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.ડી.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુર તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે સૂચનાના આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી એલ.સી.બી.નાઓને બાતમી મળેલ કે, ત્રણેક માસ પહેલા મિઠીબોર ગામેથી ચોરાયેલ એક કાળા કલરની વાદળી પટ્ટાવાળી આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર વગરની 220 પલ્સર મોટર સાયકલ લઈને એક ઇસમો સુરખેડા, રૂનવાડ થઈને છોટાઉદેપુર બાજુ જનાર છે જેમાં ચાલકે બદનમાં લીલા કલરનું અડધી બાયનું ટી-શર્ટ તથા કમરે વાદળી કલરનો જીન્સનો ચડ્ડો પહેરેલ છે જે બાતમીના આધારે મોજે ડોનબોસ્કો સ્કૂલ પાસે રોડ ઉપર વોચ નાકાબંધીમાં ઉભા હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવેલ વર્ણનવાળા ઇસમ મોટર સાચકલ લઇને રૂનવાડ ગામ તરફથી આવતા જણાતા તેને દુરથી હાથ વડે ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કરેલ પરંતું તે રોકાયેલ નહી અને તેનો પીછો કરતા પોતાની મોટર સાઇકલ થોડે દુર ઉભી રાખી ભાગવા લાગેલ, જેથી તેનો પીછો કરી તેમને કોર્ડન કરી પકડી પાડેલ. પકડી પાડેલ ચાલકનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ લાલસીંગભાઇ ભુપતભાઈ જાતે-બામણીયા ઉ.વ.૨૩ રહે.ખરકાલી પટેલ ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો હોવાનું જણાવેલ. પકડાયેલ ઇસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી એક વાદળી કલરનો લાવા કંપનીનો કિપેડ વાળો મોબાઇલ મળી આવેલ જેની કિં.રૂ.૧૦૦૦/- ગણી શકાય, જેનો સિમ નંબર જોતા ૮૮૨૧૦૯૨૪૮૬ નો છે. પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ 220 પલ્સર મોટર સાયકલની માલીકી બાબતે કોઇ આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી પકડાયેલ મોટર સાયકલ કોઇ જગ્યાએથી ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવેલ. પકડાયેલ મોટર સાયકલનો ચેસીસ નંબર જોતા MD2A13EX2MCE29909 તથા એન્જીન નંબર-DKXCME10590 આધારે પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા મોટર સાયકલના માલીક તરીકે નિલેશકુમાર રહે.સેવનીયા માલ ફળીયા તા.દેવગઢ બારીઆ જીલ્લો-દાહોદનો હોવાનું જણાય આવેલ હતું. પકડાયેલ મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી આશરે ત્રણેક માસ પહેલા છોટાઉદેપુર જિલ્લાના મિઠીબોર ગામે રાત્રીના સમયે ઘરના આંગણા મુકેલ ૨૨૦ પ્લસર મોટર સાયકલની (૧) લાલસીંગભાઇ ભુપતભાઇ જાતે-બામણીયા ઉ.વ.૨૩ રહે,ખરકાલી પટેલ ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) તથા (૨) બાલગીરભાઇ લલસિંગભાઇ તોમર રહે ખરકાલી પુજાર ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓએ ભેગા મળી ચોરી કરેલ હોવાનું જણાવેલ. ઝડપાયેલ મોટર સાયકલ ચોરી બાબતે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા ઝોઝ પો.સ્ટે A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૫૦૬૩૮/૨૦૨૫ BNSS ની કલમ ૩૦૫ (ખ) મુજબનો ગુનો તા.૦૬/૦૭/૨૦૨૫ ના કલાક ૧૯/૪૫ વાગ્યે દાખલ થયેલ છે. સદર મોટર સાયકલની કિં.રૂ.૭૫,૦૦૦/- ગણી તથા અંગ કબ્જા માંથી મળી મોબાઇલ ફોન નંગ-૦૧ ની કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ કિં.રૂ.૭૬,૦૦૦/- નો મુદ્દામાલ B.N.S.S કલમ-૧૦૬ મુજબ કબ્જે કરેલ છે. આ ગુનામાં પકડાયેલ આરોપી લાલસીંગભાઇ ભુપતભાઈ જાતે-બામણીયા ઉ.વ.૨૩ રહે.ખરકાલી પટેલ ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર તથા આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી બાલગીરભાઇ લલસિંગભાઇ તોમર રહે ખરકાલી પુજાર ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) ને વૉન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ તપાસમાં ઝોઝ પો.સ્ટે A પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૧૨૨૫૦૬૩૮ /૨૦૨૫ BNSS ની કલમ ૩૦૫ (ખ) મુજબ તથા નસવાડી પો.સ્ટે. માં નોંધાયેલ ગુના રજી.નં. ૧૧૧૮૪૦૦૭૨૫૦૩૯૮ /૨૦૨૫ ની કલમ ૩૦૫ (બી) મુજબ ગુનો ડિટેક્ટ થયેલ હતો. આ તપાસમાં ઝડપાયેલ મુદ્દમાલ મુજબ (૧) એક 220 પલ્સર મોટર સાયકલ કિ. ૭૫૦૦૦/- તથા (૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ. ૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૬,૦૦૦/- મુદા માલ જપ્ત કરેલ છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી – છોટાઉદેપુર