કાલોલ, પંચમહાલ
કાલોલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોરવાળ ફળિયા પ્રણામી મંદિર ખાતે વાલ્મિકી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી જેમાં વિશ્વ હિન્દુ પરિષદના જયમેશભાઈ પટેલ પ્રમુખ વિશાલભાઈ પંચાલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ. કિરણભાઈ કોન્ટ્રાક્ટર. મુકેશભાઈ જાદવ નગરસેવક કૃષ્ણકાંત સ્વયંસેવક અચલભાઈ જોશી શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ અને અન્ય હિન્દુ વાલ્મિકી ભક્તોએ આ જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વાલ્મિકી ભગવાનનું પૂજન કરી તેમની આરતી ઉતારી મીઠાઈ વહેંચી હતી. મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય લાગતું હતું. દર વર્ષે આ વાલ્મિકી જયંતિ ની ઉજવણી કલોલ નગરના ધર્મ પ્રેમીઓ દ્વારા આ પ્રણામી મંદિરમાં કરવામાં આવે છે. પ્રણામી મંદિરના ટ્રસ્ટી અને વિશ્વ હિન્દુ પરિષદ ના વિનોદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આ જન્મ જયંતી નિમિત્તે ખૂબ જ સાથ સહકાર આપવામાં આવે છે જેના કારણે વાલ્મીકિ ભગવાનની જન્મ જયંતી ની ઉજવણી ભવ્ય રીતે કાલોલમાં થાય છે.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર, કાલોલ – પંચમહાલ
