છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના સાધના નગર સોસાયટીમાં આઠ મહિનાથી ગટરના પાણી ઉભરાતાં રહીશો ત્રાહિમામ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

બોડેલીમાં નગરપાલિકા તો બન્યુ પણ તંત્ર ક્યારે જાગશે…??? તે પ્રજામાં ચર્ચા નો વિષય છે.

બોડેલી અલીપુરા સરકારી સ્કૂલ પાસે સાધના નગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાતા આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પુકારે ઉઠ્યા છે.

આ સોસાયટીના વિસ્તારમાં દુર્ગંધ મચ્છર અને ગંદા પાણીને લઈને લોકો બીમાર પણ પડી રહ્યા હોય તેમ આ વિસ્તારના લોકો જનાવી રહ્યા છે.

આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે થોડા સમય પહેલા પંચાયતમાં અરજી પણ આપવામાં આવી હતી પણ હાલમાં તો બોડેલી નગરપાલિકા બની ગયું છે.

ત્યારે આ વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે કે આઠ મહિનાથી તેઓ તકલીફ ભોગવી રહ્યા છે ત્યારે ગટરના ઉભરાતા પાણી બંધ કરવામાં આવે અને રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, પાવી જેતપુર – છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!