સંકલિત બાળવિકાસ યોજનાના પોષણ અભિયાન અંતર્ગત ભરૂચ ખાતે પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– ટેક હોમ રાશન (T.H.R.) અને મિલેટ્સ (શ્રીઅન્ન) માંથી તૈયાર વિવિધ પૌષ્ટિક વાનગીઓનું જિલ્લાકક્ષાનું પ્રદર્શન અને વાનગી સ્પર્ધા યોજઈ

“સંકલિત બાળવિકાસ યોજનાના પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘટક કક્ષાની ટેક હોમ રાશન અને મિલેટ્સ (શ્રીઅન્ન) માંથી તૈયાર વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વાનગી સ્પર્ધાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

સમુદાયના લોકોમાં પરંપરાગત વાનગીઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા ટેક હોમ રાશન અને મિલેટસ, શ્રી અન્નમાંથી બનતી વાનગી થકી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ-દેશનું નિર્માણ કરવા એક પહેલના ભાગ રૂપે “પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા- ૨૦૨૫” નું ડૉ. બાબ સાહેબ આંબેક્ટર ભવન, ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભરૂચ તાલુકાના વિવિધ સેજાના ટેક હોમ રાશન અને મિલેટસ, શ્રી અન્નમાંથી બનતી વાનગીના પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમના વિજેતાઓ ઘટક કક્ષાની સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ‘‘મારી થાળી, મારો પ્રદેશ’’ અંતર્ગત પરંપરાગત અને વિસરાતી જતી વાનગીનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું.જેમાં આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બહેનો દ્વારા બનાવેલી વાનગી રજૂ કરવામાં આવી હતી. 

કાર્યક્રમને ખુલ્લો મુકતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે દ્નારા કુપોષણ મુક્ત બનાવવા અર્થે તેમજ રાષ્ટ્રીય પોષણ માસને સાચા અર્થમાં સફળ કરવા માટેના આંગણવાડી કાર્યકર બહેનોના પ્રયત્નોને બિરદાવ્યા હતા. વધુમાં તેમણે આ સ્પર્ધાના મુખ્ય હેતુને સિદ્ધ કરવા લાભાર્થી સાથે સંવાદ કરવા તેમજ લોકજાગૃતિના પ્રયત્નો માત્ર પોષણ માસ સુધી સીમિત ન રાખી સમગ્ર વર્ષ દરમ્યાન ચાલુ રાખવા જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે ફરજ બજાવી હતી.આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ઉપસ્થિત પ્રજાજનોને બાળકો માટેની વાનગી બનાવતી વખતે સ્થાનિક શાકભાજી, કંદમૂળ વગેરેનો ઉપયોગ કરી આકર્ષિત રીતે બાળકો સામે રજૂ કરવા સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ઘટક કક્ષાના મિલેટ્સના ૩ અને T.H.R. ના ૩ વિજેતાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઈનામ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.

આંગણવાડી કાર્યકર બેનો દ્વારા અભ્યાસક્રમ અને સંકલ્પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્ટમાંથી બેસ્ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેનું શિક્ષણ વિભાગમાંથી આવેલી નિર્ણાયક કમિટી દ્વારા માર્કિંગ કરી પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચોથો અને પાંચમો ક્રમાંક આપવામાં આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઘટક પ્રિ – સ્કુલ ઈન્સ્ટ્રક્ટર દ્વારા બાળકોને આંગણવાડીમાં આપવામાં આવતાં પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સર્જનાત્મકતા અંતર્ગત કૃતિ રજુ કરવામાં આવી હતી. જેને પણ શિક્ષણ વિભાગમાંથી આવેલ નિર્ણાયક કમિટી દ્વારા માર્કિંગ કરી વિજેતા કરવામાં આવ્યાં હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો, શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા પ્રોગ્રામ ઓફિસશ્રી આઈસીડીએસ શાખા ભરૂચના માર્ગદર્શન અને બાળ વિકાસ યોજના અધિકારી કાશ્મીરા સાવંતના નેતૃત્વ હેઠળ તમામ સ્ટાફની સહભાગીદારીથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!