નેત્રંગ પોલીસે લીસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલભેગો કર્યો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

નેત્રંગ, ભરૂચ

– અસમાજીક તત્ત્વોમાં ફફડાટ : હજુ કેટલાક બુટલેગરો ઉપર લટકતી તલવાર 

ભરૂચ જીલ્લાના નેત્રંગ પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ હેઠળના લીસ્ટેડ બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

નેત્રંગ પીઆઈ આર.સી.વસાવાએ આવા આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ ટીમને સુચના આપેલ હતી જે દરમ્યાન નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં કમ્બોડીયા ગામે રહેતા પ્રવિણ ગુલાબસિંહ પાટણવાડીયા પ્રોહિબિશન સબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોઈ તેના વિરૂધ્ધ પાસા ધારાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચને મોકલી આપેલ હતી જેના આધારે અસામાજીક તત્ત્વોને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત કરવા વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળતા નેત્રંગ પોલીસે પ્રવિણ ગુલાબસિંહ પાટણવાડીયા રહે.પટેલ ફળિયું કમ્બોડીયા તા.નેત્રંગ જી.ભરૂચનાને ઝડપી લઈને પાસા વોરંટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

હજુ પણ નેત્રંગ તાલુકાના કેટલાક બુટલેગરોને આગામી ટુંક સમયમાં પાસા હેઠળ અટકાયત કરાઈ તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!