ડીસા, બનાસકાંઠા
આજે ડીસા તાલુકા ઠાકોર સમાજના આગેવાનો એ મહત્વ પુર્ણ મીટીંગ યોજી હતી જેમાં સદારામ શૈક્ષણિક સંકુલ માટે જમીન લેવા માટે નો ઉલ્લેખ ધાનેરા તાલુકાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પાસે ઉલ્લેખ કર્યો હતો. માવજીભાઈ દેસાઈ એ ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ માટે જમીન લેવા રુપિયા એકાવન લાખ દાન પેટે આપયા હતાં. આવાં લોકનાયક દાનવીર રત્ન ભામાશા શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ ને સમગ્ર ઠાકોર સમાજે આ ઉત્તમ કાર્ય અને ઉદાર ભાવનાનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજે શિક્ષણ એજ કલ્યાણ ના નારા સાથે માવજીભાઈ દેસાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુ ભાઈ પિથાણી – ધાનેરા, બનાસકાંઠા





