ગુજરાતમાં હવામાન ખાતાની વિવિધ જિલ્લાઓની આગાહી, ભરૂચ રેડ ઝોનમાં : ગરબા આયોજકો ચિંતામાં

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી છે.તેના અનુસંધાને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે.

જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતાં વાતાવરણ ભેજાળ બની ગયું હતું.ત્યારબાદ વરસેલા વરસાદથી એક તરફ લોકોમાં ઠંડકનો અનુભવ થયો તો બીજી તરફ ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો.

એક તરફ નવરાત્રીના મધ્યચરણમાં વરસાદી માહોલથી ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલી વધી છે. શહેરના પટેલ સોસાયટી,હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત જિલ્લાના અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતાં ખેલૈયાઓ નિરાશા અનુભવી રહ્યા છે.આ અંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો વરસાદ વિરામ લેશે તો ગરબા રાબેતા મુજબ યોજાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આયોજક સમિતિઓ વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને વિકલ્પો શોધી રહી છે. બીજી તરફ, ખેડૂતો માટે આ અચાનક પડતો વરસાદ ચિંતાનો વિષય બન્યો છે.ખાસ કરીને શિયાળુ પાકની વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે અને નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!