ભરૂચ ફૂડ વિભાગનો સપાટો – શુભમ કે માર્ટમાં મિલાવટી હળદર વેચનારથી માંડી ડિરેકટરો સહિત ૮ જણાને ૮ લાખનો દંડ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ

વર્ષ ૨૦૨૪માં થયેલો કેસ કોર્ટમાં ચાલી જતાં ફાસ્ટટ્રેક કોર્ટનો હુકમ

– પનીર અને ધાણા પાવડરના સેમ્પલ ફેલ થતા એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર ભરૂચની કોર્ટ દ્વારા દંડનીય કાર્યવાહી

ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફુડ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતાં એ.આર.પટેલ તેમજ તેમની ટીમને ભરૂચમાં આવેલા શુભમ કે માર્ટમાં ભેળસેળયુક્ત હળદરનું વેચાણ થતું હોવાથી ફરિયાદ મળી હતી, જેના આધારે તેમની ટીમે ફઝલમુહમંદ અબ્દુલબશીર શેખ (રહે. સેજારી એપાર્ટમેન્ટ, વાળ બજાર) ની દુકાન માંથી શુભમ કે માર્ટની હળદરનું પેકેટ નમુના પેટે લીધું હતું, જેને તેમણે મહારાષ્ટ્રના પૂર્ણ ખાતે આવેલી રેફરલ ફૂડ લેબોરેટરી ખાતે મોકલ્યું હતું જેનું પૃથ્થકરણ કરતાં પૂલેના રેકરલ ફુડ લેબોરેટરીના ડાયરેક્ટર વિનોદ કે.ફાલેએ રિપોર્ટ તૈયાર કર્યો હતો જે પ્રમાણે સેમ્પલમાં આવેલી હળદરના પરિક્ષણમાં તેમાં ગુલાબી અને નારંગી તેલ દ્રાવ્ય રંગ મળ્યો હતો તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુશેલન ૨૦૧૧ના નિયમ મુજબ હળદર પાવડર તેના ધારાધોરણ અનુરૂપ નથી. ખાદ્ય સુરક્ષા અને પોરણો અધિનિયમ ૨૦૦૬ની કલમ ૩(૧)(xx) (v) અને (vil) મુજબ અસુરક્ષિત હોવાનું જણાવ્યું હતુ તેથી ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વેન્ડર કઝલમુહમંદ અબ્દુલબશીર શેખ સહિત પેઢીના ડિરેક્ટરો વિજય કનકરિયા, સુમિત કનકરિવા, શુભમ કનકરિયા, સપ્લાવર રાજેશ કમલપ્રસાદ કનોડિયા, શુભમ કે માર્ટ પેઢી તેમજ તેના નોમિની શુભમ કનકરિયા વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો જે ભરૂચના એડિશનલ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અજય ત્રિલોકચંદ તિવાડીની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી હતી અને તમામ આઠ આરોપીઓને કસુરવાર ઠેશવી ૧-૧ લાખ એટલે કે કુલ ૮ લાખનો દંડ ફટકાર્યો હતો.

બીજી તરફ ભરૂચ ફૂડ વિભાગ દ્વારા રૂટિંગ ચેકીંગ હાથ ધરવામાં આવતા મહંમદપુરા નજીક આવેલ દિનેશ રમણભાઈ પિસ્તોલવાલાની દુકાન પરથી અને નેત્રંગના મોહંમદ સાજીદ નૂર મોહંમદ શેખની દુકાન માંથી ધાણા પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તો શ્રી રાજ સેલ્સ એજન્સી અને ભેંસલીની રીજનતા હોટલ માંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના પણ નમૂના ફેલ થતા એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર ભરૂચની કોર્ટમાં કેસ ચાલી જતા એન આર ધાંધલ દ્વારા પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવતા દિનેશ રમણભાઈ પિસ્તોલવાલાને ૪૧ હજારનો દંડ, મોહંમદ સાજિદ નૂર મોહંમદ શેખ નેત્રંગને ૭૫ હજારનો દંડ, શ્રી રાજ સેલ્સ એજન્સીને ૫૦ હજારનો દંડ અને ભેંસલીની રીજનતા હોટલને ૫૫ હજારનો દંડ કરતા ભરૂચ શહેર અને જીલ્લામાં આરોગ્યને નુકશાન કારક ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે લાલ આંખ કરતા આવા તત્ત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે સાથે ફૂડ વિભાગ દ્વારા શહેર અને જીલ્લામાં ૪૦ થી ૫૦ લારીઓ પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બિન આરોગ્ય પ્રદ ખાણી પીણી મળી આવતા બળેલું તેલ ૬૯ કિલો,ચટણી અને સોસ ૫ કિલો, બટાકાનો માવો ૭ કિલો, અન્ય ફૂડ કલરની ૬ બોટલ નાશનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર દિવસોમાં નવરાત્રી અને દીવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા લોકોની આરોગ્યની ચિંતા કરી બિન આરોગ્ય પ્રદ ખોરાક ન વહેંચાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

The News Wave
Author: The News Wave

1 thought on “ભરૂચ ફૂડ વિભાગનો સપાટો – શુભમ કે માર્ટમાં મિલાવટી હળદર વેચનારથી માંડી ડિરેકટરો સહિત ૮ જણાને ૮ લાખનો દંડ”

  1. ધાનેરા તાલુકામાં રીપોટર તરીકે ની નિમણૂક કરવામાં આવી હોય તો હવે આઈડી કાર્ડ મોકલી આપવામાં આવે તેવી વિનંતી છે સર પ્લીઝ… વિષ્ણુ ભાઈ પિથાણી ધાનેરા

    Reply

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!