બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં દાદાગીરીથી ગેર કાયદેસર રીતે ઘૂસવું ભારે પડ્યું – પોલીસ સ્ટેશનમાં થઇ ફરિયાદ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

બોડેલી નગરના નામાંકિંગ વ્યક્તિઓ બાબુભાઈ ચોકસી, મંથન ગાંધી અને જૈમીન શાહ સામે બોડેલી એચ એચ સિરોલાવાલા હાઇસ્કુલના પ્રમુખ ટ્રસ્ટીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે

બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટનો રિમાઇન્ડ કેશનો હુકમ એપ્રિલ ની પહેલી તારીખે કરવામાં આવ્યો હતો અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સંસ્થાનો 1994 પછી 2022 સુધી કોઈ ફેરફાર રિપોર્ટ જુના ટ્રસ્ટીઓ તરફથી રજૂ કરવામાં આવ્યો નહતો. જેથી ભાવેશ શિરોલાવાલા સિવાય કોઈ કાયદેસર ના ટ્રસ્ટી રહેતા નથી. માત્ર ભાવેશ શિરોલાવાલા એ જ સ્કીમ અને બંધારણ ની જોગવાઈઓ નું પાલન કરેલ હોય તેઓજ એકમાત્ર કાયદેસર ના ટ્રસ્ટી છે. એવું ભાવેશભાઈ ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું ટ્રસ્ટ ટ્રસ્ટી વગરનું થાય નહીં એટલે પી.ટી.આર પર ખાલી રેકોર્ડ પર જ રાખવામાં આવેલ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ મદદનિશ ચેરિટી કમિશનર છોટાઉદેપુર ના હુકમ માં જણાવેલ હોવા છતા પણ સત્તા ના લાલચુ એવા બાબુ દ્વારા તારીખ ૨૪.૦૭.૨૦૨૫ ના રોજ ચાલુ શાળામાં પ્રાથના સમય માં દાદાગીરીથી વોચમેન ને પણ ધમકાવી પાર્કિંગ બહાર હોવા છતાં પણ શાળામાં ઠેક અંદર સુધી પોતાની મોટર કાર લઈ જવામાં આવી હતી. એવું શાળાના વોચમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું અને વોચમેન દ્વારા વિઝિટર રજિસ્ટર માં એન્ટ્રી કરવા કહેતા તેની સાથે પણ ગાળા ગાળી કરી તેને ધમકાવી તું કહેનાર કોણ મને એમ જેમ તેમ બોલી ભયનું વાતાવરણ ઊભું કરેલ. તેમની સાથે આ સંસ્થાના પ્રાથમિક સભ્ય પણ ના હોવા છતાં પોતાનો રોફ મારવા આવેલ એવા મંથન ગાંધી અને જૈમિન શાહ દ્વારા અગાઉ પણ ખોટી રીતે આ સંસ્થામાં ૩૦ થી ૪૦ વ્યક્તિઓ ને લઈ આવી દાદાગીરી કરી ચાલુ શાળામાં આવી ક્લાર્ક ઓફિસમાં બેસી ગયા હતા. મળતી માહિતી મુજબ શાળા ના આચાર્ય દ્વારા તેમની ઓફિસમાં બેસો એમ કહેવામાં આવતા પણ આ ભાઈએ ત્યાં પણ દાદાગીરી થી કહ્યું કે મને ભાવેશની પર્સનલ ચેમ્બર્સમાં જ બેસવું છે. જેથી તેના ઊંચા અવાઝ થી દબાવી આચાર્ય ગભરાઈને બીક ના માર્યા ચાવી આપી હતી. અને ત્યારબાદ આચર્યા ને ધમકાવી ને કહ્યું કે “બધા ટીચર્સ યુનિફોર્મ માં કેમ નથી ? મારે ૧૫ દિવસ માં બધા યુનિફોર્મ માં જોઈએ ? મને હિસાબો આપ, ઠરાવ કેટલા કર્યા છે તે આપ ?  શાળા માં કોણ કોણ આવે છે ? હું તમારું કોઈ નું કઈ ચાલવા દવ નહીં .. તમે બધા હું કહું એજ કરવાનું” આ રીતે ધાક ધમકી આપી જેથી બધા સ્ટાફ અને આચર્યા ગભરાઈ ગયા હતા અને સાથે સાથે શાળાના વિધાર્થીઓ પણ આવો માહોલ જોઈ બીકના માર્યા ગભરાઈ ગયા હતા જે બાબતની સંસ્થાના કાયદેસરના આજીવન ટ્રસ્ટી ભાવેશ શિરોલાવાલા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૨૯ (૪) ૫૪ મુજબ કાયદેસરનો ગુનો નોધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આટલી મોટી શાળામાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે આવ્યા હોય અને ટ્રસ્ટ બાબતે આ રીતની તું તું મેં મેં થતા શાળાના બાળકોના ભણતર પર સીધે સીધી અસર થઈ શકે એમ છે. શાળામાં વિદ્યા આપવા માટે બાળકોને બોલાવવામાં આવે છે જેથી કરીને ફરી આવા કૃત્યો ના થાય તે બાબતનો ધ્યાન પણ ટ્રસ્ટ દ્વારા રાખવો જોઈએ

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!