અંકલેશ્વર,
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં એક કિશોરનું પાણીમાં ગરકાવ થતા મોત થયું હોવાની ઘટનાએ વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર, 16 વર્ષીય સુમિત ગોપાલ રાજપૂત પોતાના મિત્રો સાથે સારગપુરના લક્ષ્મણનગર સોનમ પાર્કથી નાહવા માટે ખાડી પર આવ્યો હતો. મિત્રો સાથે સ્નાન કરતા દરમિયાન સુમિત અચાનક વધુ દૂર પાણીમાં ચાલ્યો ગયો હતો. ઊંડાણ વધતાં તે તરતા-તરતા અચાનક ગરકાવ થઈ ગયો હતો.ઘટનાથી ગભરાયેલા તેના મિત્રો દ્વારા તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ, DPMC અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તારવ્યા મુકીને કિશોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી શોધ છતાં તે મળી આવ્યો નહોતો.એક દિવસ બાદ સતત પ્રયત્નો બાદ સુમિતનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો. આ દુર્ઘટના બાદ તેના પરિવારજનો પર દુઃખનો પર્વત તૂટી પડ્યો હતો જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.






