ગોધરા, પંચમહાલ
ગોધરા બી ડિવિઝન પોલીસે કાલોલમાં થયેલી બેટરી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલ્યો. આ કામના બે આરોપીઓની બી ડિવિજન પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત અને રેન્જ IGની સૂચના મુજબ અનડિટેક્ટ કેસો ઉકેલવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બી ડિવિજન પોલીસને બાતમી મળી કે ગોધરાના મરિયમ મસ્જિદ પાછળ આવેલા ઝાડીઝાંખરામાં ચોરીની બેટરીઓ સંતાડવામાં આવી છે જેથી બી ડિવિજન પીઆઇ આર કે રાજપૂત બાતમી વાળી જગ્યાએ રેડ દરમિયાન આરોપી ઓવેશ મોહમદ હનીફ ભાગલીયા અને ફજલેઇલાહી ગુલમોહમદ વસ્કાને ઝડપી પાડયા હતા. આરોપી પાસેથી 38 બેટરીઓ, 5 ફોરવ્હીલર મોટર્સ, 4 સેલ, 2 મોબાઇલ ફોન અને એક હ્યુન્ડાઈ વર્ના કાર મળી કુલ 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બી ડિવિઝન પીઆઈ આર કે રાજપુતની પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ 7 સપ્ટેમ્બર, 2025ની રાત્રે કાલોલ બોરૂ ટર્નિંગ પાસેની ઇલેક્ટ્રિક દુકાનનું શટર તોડીને બેટ્રીઓની ચોરી કરી હતી. આ કેસ કાલોલ પોલીસ સ્ટેશનમાં IPC 2023ની કલમ 305(A), 331(3), 331(4) હેઠળ નોંધાયેલો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. રાજપૂત અને PSI એમ.આર. મોહનિયાની આગેવાનીમાં પોલીસ ટીમે આ સફળ કામગીરી કરી છે. ટીમમાં ASI અરવિંદભાઇ સડિયા, ASI દશરથસિંહ સહિત અન્ય પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે..
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ