ગોધરા- ઘોઘંબા તાલુકામાં આવેલી જીએફએલ કંપનીમાં ગેસ લીકેજમાં એકનુ મોત,12 કામદારો સારવાર હેઠળ – ગેસ લીકેજ પર કંપનીએ મેળવ્યો કાબુ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ગોધરા, પંચમહાલ

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના રણજીત નગર ખાત આવેલી જીએફએલ કંપનમા બપોરના સમયે ગેસ લીકેજ ની ઘટના બની હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.ગેસ લીકેજના કારણે કામદારોને ગુગળામળ તેમજ વોમીટીંગ જેવી સમસ્યા થઈ હતી. તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ પણ પહોચી ગઈ હતી. કંપની દ્વારા હાલ ગેસ લીકેજ પર કાબુ મેળવી દેવામા આવ્યો છે. ઘટનાને લઈને આસપાસના ગામોમા પણ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. પણ હાલ પરિસ્થીતી કાબુમા હોવાથી પોલીસે લોકોને નહી ડરવાની અપીલ કરી છે.

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા ખાતે ગુજરાત ફલોરોકેમિકલ લિમીડેટમાં ગેસ લીકેજ થવાની ઘટનાને લઈને ભારેદોડધામ મચી ગઈ હતી. જેમા 12 જેટલા કામદારો તેનાથી અસર પહોચતા તાત્કાલિક હાલોલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. પોલીસને ઘટના જાણ થતા તેમજ સ્થાનિક તંત્રને પણ ઘટના જાણ થતા ધટના સ્થળે પહોચ્યુ હતુ. જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. આ ઘટનામા એક કામદારનું મોત થયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે પરંતુ તેની પુષ્ટી થઈ રહી નથી. હાલ કંપની દ્વારા ગેસ લીકજને કાબુમા લઈ લેવામા આવતાં પરિસ્થીતી કાબુ હેઠળ છે તથા કામદારોને સારવાર આપવામા આવી રહી છે.

જીલ્લા એસપી- ડો. હરેશકુમાર દુધાતે માહીતી આપી કે પંચમહાલ જીલ્લાના ઘોઘબા તાલુકા રણજીત નગર ગામે જીએફએલ કંપની આવેલી છે .બાર વાગ્યાના સમયની આસપાસ આ કંપનીના એક યુનિટમાંથી ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. કંપનીનુ એક ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર છે. જે ગેસ લીકેજ થયો હતો.પાઈલલાઈનમાંથી આર 32 નામનો ગેસ લીકેજ થયો હતો. જે એરકન્ડીશનરમા વપરાય છે તે લીકેજ થયો હતો .જે લોકોને આ ગેસની અસર પહોચી હતી. તેમને સારવાર માટે હાલોલ સહિતની હોસ્પિટલની સારવાર માટે ખસેડવામા આવ્યા છે. કંપની દ્વારા ગેસ બંધ કરવામા આવ્યો હતો. તેમને પ્રોસીજર કરીને બંધ કર્યો હતો.

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ :રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!