ધારાસભ્ય-સાંસદ વચ્ચે વિવાદમાં સ્થાનિક ભાજપની નેતાગીરી પડી મેદાને

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

નેત્રંગ, ભરૂચ

  નેત્રંગમાં બસડેપોના નિમૉણ માટે ભાજપની નેતાગીરી આવેદનપત્ર આપ્યું 

 – નેત્રંગ તા.પંચાયતના અધીકારીઓ વર્ક ઓર્ડર કામગીરી કરતાં સાંસદ વિફર્યા

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ જી.પંચાયતના ગેસ્ટહાઉસના ટેકરાને તોડીને રૂ.૩ કરોડના ખચઁ અત્યાઆધુનિક સુવિધાથી સજ્જ બસડેપોના નિમૉણ માટે ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા માગઁ-પરીવહન વિભાગના અધીકારી સાથે સવઁ હતો.ત્યારબાદ ભરૂચ જી.પંચાયતની સભામાં ઠરાવ કરીને જી.પંચાયત હસ્તકની જમીનનું સંપાદન કરીને બસડેપોના નિમૉણ માટે જગ્યાની ફાળવણી કરાઇ હતી.આગામી ટુંક સમયમાં નેત્રંગ તાલુકા મથકે નમઁદા જીલ્લાના સેલંબા અને ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા જેવું દિવ્યભવ્ય બસડેપોના નિમૉણની કામગીરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તેવા સંજોગોમાં નેત્રંગ તા.પંચાયત અધીકારીઓએ નેત્રંગ તાલુકા મથકે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના નામથી પીકઅપ બસસ્ટેન્ડના નિમૉણ માટેના વકઁઓડઁરની તૈયારી કરતાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા વિફયૉ હતા.

આ બાબતે નેત્રંગ તાલુકાના ભાજપની નેતાગીરીએ નેત્રંગ તા.વિકાસ અધીકારીને સાંસદ મનસુખભાઇ વસાવા સુચવેલ સ્થળ અને રૂ.૩ કરોડના ખચઁ જ બસડેપોનું નિમૉણ થાય તેવી આવેદન આપી રજુઆત કરી હતી. જે દરમ્યાન નેત્રંગ તા.ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવા,નેત્રંગ જી.પંચાયત સભ્ય વષૉબેન દેશમુખ, નેત્રંગ ગ્રા.પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, ભરૂચ જીલ્લામંત્રી ભાવનાબેન પંચાલ, નેત્રંગ ભાજપ મહામંત્રી પાથઁ ત્રિવેદી, માનસિંગભાઇ વસાવા, પરેશભાઈ ભાટીયા, સુરેશભાઈ વસાવા સહિતના ભાજપના કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!