ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેડુતો થયા પાયમાલ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ધાનેરા, બનાસકાંઠા

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસતા ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદના કારણે ખેડુતોને ઉભી બાજરી જુવાર મગફળી જેવા ચોમાસું પાક ને વાવાઝોડાથી ભારે નુકસાની વેઠવી પડી રહી છે. વાવાઝોડા સાથે વરસાદ વરસતા વરસાદમાં ઉભેલો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. અસહ્ય વરસાદ વરસતા પશુ પાલકો માટે ઢોરના ચારાની પણ અછત ઉભી થઇ છે જેથી પશુપાલન કરતા લોકોને પારાવાર નુકસાની વેઠવી પડી રહી છે. ધાનેરા સહીત બનાસકાંઠા ના સમગ્ર ખેડૂતો તથા પશુપાલન કરતા લોકોએ સરકારથી માંગ કરી છે કે વરસાદ નો ભોગ બનેલા ખેડુત ભાઈ ઓને સહાય આપવામાં આવે. વળી આ વરસાદમાં ઘણા ગરીબ લોકોના ઘરો ધરાસઈ થઇ ગયા છે તો સરકાર મકાન પડી ગયા છે તેવા મકાન વિહોણા ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે ઇલેકશન ના સમયે વોટનો વરસાદ વરસાવનાર બનાસકાંઠા ની પ્રજાના પ્રશ્નો ભાજપ સરકાર સાંભળી સરકાર દ્વારા કેવાં પગલાં લેવામાં આવે છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુ ભાઈ પિથાણી – ધાનેરા, બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!