આજવાનું પાણી છોડાતાં આમોદ પંથકમાં વહેતી ઢાઢર નદી ખતરાના નિશાનની નજીક – તંત્રને સાવચેત રહેવા એલર્ટ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ, ભરૂચ

ભરૂચમાં આમોદ પંથકમાંથી વહેતી ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટ નજીકથી વહી રહી છે ત્યારે નદીકાંઠાના ગામના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા વ્યાપક નુક્શાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે. આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે જેના કારણે જુનાવાડિયા માર્ગ ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીકાંઠે આવેલા ખેડૂતોના કપાસ, તુવેર, ચોળી ભીંડા મરચાના પાક પાણીમાં ગરકાવ થતાં નુકસાન થવાની શક્યતા છે પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડૉ. મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા તથા ગામોમાં સમયાંતરે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે. સાથે સાથે પ્રજાજનોને ખોટી અફવાઓમાં ન આવવા અને કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક આમોદ મામલતદાર કચેરીમાં જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!