પાલનપુર, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરી ના વધતા ગુનાઓના પગલે શ્રી ચીરાગ કોડરીયા પોલીસ મહા નિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભૂજ તથા શ્રી પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા ના ઓએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા દરેક પોલીસ સ્ટેશનમાં કડક સુચના કરેલ હોય બનાસકાંઠામાં વાહનચોરી ને ડામવા પોલીસ કડક પગલાં લઇ રહી છે. શ્રી એ.વી.દેસાઈ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી પાલનપુર નાઓના માગૅદશૅન મુજબ એલસીબી સ્ટાફના માણસો એ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એલ સી બી એ બાતમીના આધારે ધાનેરા પોસ્ટ વિસ્તારમાંથી માલોતરાગામ પાસેથી એક નંબર વગરની મોટરસાયકલ ના ડ્રાઈવર ને રોકી સાધનીક કાગળો માંગતા કોઈ સંતોષ કારક જવાબ આપેલ નહીં જેથી મોટરસાયકલ શંકાસ્પદ લાગતા ચાલકનું નામ ઠામ પુછતા પોતાનું નામ કિરણભાઈ નાથુભાઈ માજીરાણા રહે. રામપુરા મોટા તાલુકો ધાનેરા હોવાનું જણાવેલ. પોલીસે વધુ તપાસ કરતાં ઉલટ તપાસ રૂપે સવાલો કરતાં મોટર સાયકલ ચાલકે ધાનેરાના બજાર માંથી ચોરી કરેલ હોવાનું કબૂલ કરેલ જેથી આરોપીની દાબ દબાણ પૂર્વક પુછપરછ બીજા મોટરસાયકલ બાબતે પુછપરછ કરી કુલ ત્રણ મોટરસાયકલની ચોરી કરેલ હોવાનું સ્વીકાર કર્યું હતું જે કબ્જે કરી પકડાયેલ ઈસમ ની વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં બીએનએસએસ કલમ 35(1ઈ. 106(1) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ.
આરોપી પાસવથી કબ્જે કરેલ મુદ્દામાલ મુજબ 1.હીરો સ્પલેન્ડર પ્લસ કંપની નું એન્જીન નં. HA10AGKSE.26461 કિ.રુ. 30.000, 2. હીરો HF ડિલેક્સ એ.નં. HAT1ENJ5HO2688. કિ.રુ.40.000, 3. હોન્ડા સાઈન ચેચીસ નં. ME4JC36JJD7602948 એન્જીન નં. JC36E77898293. કિ.40.000, આ ગુનામાં પકડાયેલ આરોપી કિરણભાઈ નાથુભાઈ માજીરાણા રહે. રામપુરા મોટા તાલુકો ધાનેરા. આરોપીએ ગુનાઓની કબૂલાત કરતાં 1. ધાનેરા પોસ્ટે ગુ.ર.નં 11195018220233 ઈ.પી.કો. કલમ 379 મુજબ, 2 એકાદ વર્ષ પહેલાં ધાનેરા બજાર નગરપાલિકા પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ 3 ત્રણ વર્ષ પહેલા ડુગડોલથી ભાટીબ જતાં રોડ પાસે આવેલા ખેતર મોંથી હોન્ડા સાઈન મોટરસાયકલ ની ચોરી હોવાનું જણાવેલ હતું. શ્રી એ.વી.દેસાઈ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી પાલનપુર નાઓએ સ્ટાફના માણસોની આ કામગીરી બદલ સરાહના કરી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુ ભાઈ પિથાણી – ધાનેરા, બનાસકાંઠા