કાલોલ નગરમાં શ્રીમહાલક્ષ્મી મંદિરમાં શ્રી ગોળ જ્ઞાતિ સમસ્ત દસ ગામ દ્વારા આંખો નોમ ઉત્સવ ઉજવવામાં આવ્યો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ,

કાલોલ નગરમાં આવેલ અતિ પૌરાણિક શ્રીમહાલક્ષ્મી મંદિરમાં શ્રી ગોળ જ્ઞાતિ સમસ્ત દસ ગામ દ્વારા આંખો નોમ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ મહાલક્ષ્મી મંદિર 125 વર્ષ કરતા પહેલાનું છે આજે માતાજીનો પાટોત્સવ હોય બ્રાહ્મણ સમાજ દ્વારા આજે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક ઉચ્ચારો સાચી યજ્ઞમાં આવૃતિ આપવામાં આવી હતી આ ઉત્સવમાં સમગ્ર ગુજરાત માંથી ભક્તો પધાર્યા હતા. આ મંદિરનું વાતાવરણ એકદમ આલાદક પવિત્ર અને સુંદર લાગતું હતું આ યજ્ઞના દર્શન માત્રથી જ દુઃખો દૂર થાય છે તેવી ભક્તોની આસ્થા હોય છે. કાલોલ નગરમાં પણ ભક્તોએ આ યજ્ઞનો લાભ લીધો હતો વર્ષો પહેલા આ મંદિર ખૂબ જ નાનકડું હતું જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ ભક્તો દ્વારા આ મંદિરનું નવું બાંધકામ કરવામાં આવ્યું. મંદિરની અંદર એક હોલ અને ભક્તો બેસી શકે તેટલી વિશાળ જગ્યા બનાવવામાં આવી. આ મંદિરમાં ધાર્મિક પ્રસંગો અને ઉત્સવ પ્રસંગોપાત ઉજવવામાં આવે છે. મંદિરના પૂજારી દિલીપભાઈ દવેતથા ટ્રસ્ટ દ્વારા આ મહાલક્ષ્મી મંદિરની ખૂબ જ સંભાળ રાખવામાં આવે છે. મંદિર કાલોલ નગરની વચ્ચે આવેલું હોવાથી ભક્તો પોતાના કામ ધંધાએ જતા પહેલા મહાલક્ષ્મી જીના દર્શન કરીને જ પોતાના દિવસની શરૂઆત કરે છે. આ મંદિરમાં માતાજીની મૂર્તિ ખૂબ જ મનમોહક છે અને માતાજી સદાય આપની સામે હસી રહ્યા હોય તેવું લાગે છે. આ દુનિયામાં લક્ષ્મીજીની દયાથી અનાજ, વસ્ત્ર અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે જેના કારણે જીવન સુખમય બને છે ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!