કાલોલ, પંચમહાલ
કાલોલ પોલીસે અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. પંચમહાલ-ગોધરા રેન્જ IGP આર.વી.અસારી અને SP ડૉ.હરેશ દુધાતની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલોલ વિભાગના DySP વી.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ, કાલોલ પોલીસ સ્ટેશનના PI આર.ડી. ભરવાડ અને સર્વેલન્સ સ્ટાફ બોરુ ટર્નીંગ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક મોટરસાયકલ ચાલક રોંગ સાઈડમાં પૂરઝડપે આવતા તેને રોકવામાં આવ્યો. પૂછપરછમાં આરોપીએ પોતાની ઓળખ ગોવિંદ કાળુભાઈ બારીયા (ઉંમર 24, રહે. બોરુ ટર્નીંગ, કાલોલ) તરીકે આપી હતી. આપી. ઈ-ગુજકોપમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તે FIR નંબર 11207036250262/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-137(2), 87 તથા પોક્સો એક્ટ-12 મુજબના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.