રાજપીપલામાં 25 વર્ષીય યુવક ગણેશ પ્રતિમા પધરાવવા જતા પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબ્યો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

– રાજપીપલા કરજણ નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન કરુણાંતિકા સર્જાઈ

– SDRF અને નગરપાલિકાની ટીમે ત્રીજે દિવસે લાશ શોધી : રાજપીપલા પંથકમાં ઘેરા શોકનું મોજું

રાજપીપલામાં ગણપતિ વિસર્જન દરમ્યાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કરજણ નદી કિનારે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા ગયેલા એકયુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

મોતીબાગ વિસ્તારના રહેવાસી 25 વર્ષીય અર્જુન જવાનસિંગ વસાવા અન્ય ફળિયાની ગણપતિ પ્રતિમા લઈને રાજપીપલા સરકારી ઓવારે પહોંચ્યા હતા. પ્રતિમા વિસર્જન માટે તેઓ પુલની વચ્ચે ગયા હતા. આ દરમિયાન અચાનક આવેલા પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા જેમાં આ યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તરત જ SDRF ટીમને બોલાવવામાં આવી છે. સાથે રાજપીપલા નગરપાલિકા ટીમેં યુવકની શોધખોળ કરી ભારે જહેમત બાદ ત્રીજે દિવસે લાશને શોધી બહાર કાઢતા યુવકના પરિવારમાં કરુંણાતિકા સર્જાઈ હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!