ઝઘડિયા,
– ગત ૧૩ ઓગષ્ટના રોજ પૂર્વ સરપંચની ટ્રકના પૈડાં નીચે કચડી હત્યા કરવામાં આવી હતી.
– અંકલેશ્વર કોર્ટે દિલીપ વસાવાના આગોતરા જામીન રદ્દ કર્યા
ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે ટ્રકના પૈડાં નીચે કચડી પૂર્વ સરપંચની હત્યા કરાયાના ગુનામાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી બહાર આવી છે. આરટીઆઈ અંગેની માહિતી માંગતા મુશ્કેલી સર્જાઈ શકે તેમ હોવા સંદર્ભે શિયાલી ગામના પૂર્વ સરપંચ ભોગીલાલ વસાવાની ટ્રક વડે હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાને ટ્રક અકસ્માતમાં ખપાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમ્યાન આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું ખૂલતાં અગાઉ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ધરપકડથી બચવા માટે દિલીપ છોટુ વસાવાએ આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી અંકલેશ્વર કોર્ટે નાકારી હતી. ગત ઓગસ્ટ માસની ૧૩ તારીખે ઝઘડિયા તાલુકાના શિયાલી ગામથી બાંડા બેડા જવાના રસ્તા નજીક સવારના સમયે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતનો થયો હતો જેમાં ટ્રકની ટક્કરે બાઈક ચાલક અરે શિયાલી ગામના પૂર્વ સરપંચ ભોગીલાલ વસાવાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેમાં રાજકીય કીન્ખોરીથી પડદા પાછળ રહી પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા એ બાઇક ચાલકનું મોત નિર્જવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ થયો હતો. તપાસ દરમિયાન આ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત કાવતરું અને હત્યા હોવાનો ગુનો દાખલ કરાયો હતો. આ હત્યાના ગુનામાં પોલીસે રણજીત વસાવા દિલીપ ઉર્ફે ડીજે વસાવા તથા નીપુલ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી. સદર ગુનામાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. શિયાલી ગામના પૂર્વ સરપંચ ભોગીલાલ વસાવાએ આરટીઆઈ અંગેની માહિતી માંગતા મુશ્કેલી સર્જાય હોય તેમ અરજદાર ભોગીલાલ વસાવાની હત્યા કરાઈ હતી જે ગુનામાં વપરાયેલ ટ્રકનો કબજો પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા પાસે હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જે ગુનામાં ધરપકડથી બચવા માટે દિલીપ છોટુ વસાવાએ આગોતરા જામીન અરજી કરી હતી જેમાં અંકલેશ્વર કોર્ટે દિલીપ છોટુ વસાવાની આગોતરા જામીન નામંજૂર કર્યા છે.




