વાગરામાં ખનીજ માફિયાઓ પર ભરૂચ ભૂસ્તર વિભાગે બોલાવી તવાઈ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

વાગરા, ભરૂચ

– ઈન્ડિયન પેટ્રોલ પંપ ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પર જપ્ત

– 25.53 ટન રેતી ભરેલ એક હાઈવા ડમ્પર ઝડપાતા 2.31 લાખનો દંડ ફટકારાયો

ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા અને પર્યાવરણનો વિનાશ કરતા ખનીજ માફિયાઓ સામે ભરૂચ ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભૂસ્તર વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે વાગરાના ઈન્ડિયન પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી જ્યાંથી 25.53 ટન રેતી ભરેલ એક હાઈવા ડમ્પરને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે આ ડમ્પરમાં રહેલી રેતીની કોઈપણ પ્રકારની રોયલ્ટી કે કાયદેસર મંજૂરી નહોતી. આમ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરીને ખનીજનું વહન થઈ રહ્યું હતું. ભૂસ્તર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસ મથકે સોંપ્યો હતો. આ ગંભીર ગુના બદલ વિભાગ દ્વારા ડમ્પરના માલિકને 2.31 લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદાની કડકાઈનો પુરાવો આપે છે.

આપને જણાવી દઈએ કે વાગરા તાલુકો ભુમાફિયાઓનો હબ બની ગયો છે. વાગરા તાલુકાના દહેજમાં મોટી ઇન્ડસ્ટ્રી આવેલ હોય અવેદ્ય રેતી ખનનથી માંડી અવેદ્ય માટી ખનન માટે પણ પ્રચાલિત છે. આ ભુમાફિયાઓ માટી ખનન માટે નામ પૂરતી રોયલ્ટી પરમીટ લઇ તંત્રની મહેરબાની થી હજારો ટન અવેદ્ય માટીનું ખનન કર્યું હોય ઠેર ઠેર જાહેર માર્ગોની બાજુમાં પણ મોટા મોટા ખાડાઓ નજરે પડે છે. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીએ ખનીજ માફિયાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે તેમનો કાળો ધંધો વધુ સમય સુધી ચાલશે નહીં. આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કાયદાનો ડંડો ઉગામવામાં આવશે. આ પગલાં માત્ર સરકારી આવકનું રક્ષણ જ નહીં પરંતુ પર્યાવરણ અને નદીઓના કુદરતી સંસાધનોની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે. આ ઘટના બાદ અન્ય ખનીજ માફિયાઓ પણ ભયભીત થઈ ગયા છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કરતા પહેલા સો વાર વિચાર કરવા મજબૂર બનશે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!