ભરુચ ખાતે GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું પ્રિન્સિપલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તા ના હસ્તે ઉદ્ઘાટન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– નાના વ્યવસાયકારો ને GST રજિસ્ટ્રેશન માટેની મુશ્કેલી દૂર થશે

ભરુચ શહેર જિલ્લાને રાજ્યમાં નાના મોટા વ્યવસાયનું હબ ગણવામાં આવે છે જેમાં કેટલાયે નાના વેપારીઓને GST ના રજીસ્ટ્રેશન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેને મદદરૂપ થવા ભરુચ GST ભવન ખાતે નવી સુવિધાના ભાગરૂપે અધ્યતન GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરવામ આવ્યું છે જેનું ઉદ્ઘાટન આજરોજ વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ સેન્ટરના પ્રારંભથી નાના વ્યવસાયકારો ને પડી રહેલી રજિસ્ટ્રેશન અંગેની સમસ્યાઓનું નિવારણ આવશે તેમજ વિભાગને પણ લાભ થશે. ઉદ્ઘાટન સમારોહમાં આસિસ્ટન્ટ કમિશનર, ભરુચ GST અધિકારી, સહિત વિવિધ સંસ્થાઓના હોદેદારો વ્યવસાયકારો, ઉપસ્થિત રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!