નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 95 હજાર ક્યૂસેક પાણી છોડાયું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

– સીઝનમાં બીજીવાર પાણી છોડાયું : ડેમ છલોછલ થવાથી 2.56 મીટર દૂર

– 3 જિલ્લાનાં 27 ગામમાં એલર્ટ

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યૂસેક છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થઇ છે. ડેમમાં હાલ 8512 MCM (મિલિયન ક્યૂબિક મીટર) પાણીનો જથ્થો છે એટલે કે ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. ડેમની સપાટી 136.12 મીટર પહોંચી છે અને ઓવરફ્લોથી માત્ર 2.56 મીટર દૂર છે. ડેમમાં 2.10 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેની સામે તંત્ર દ્વારા ડેમના 5 દરવાજા ખોલીને 95 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને 3 જિલ્લાના 27 ગામને એલર્ટ કરાયા છે.

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એનિ્જનિયરે ત્રણેય જિલ્લા કલેક્ટરોને સાવધાન કરવામાં આવ્યા છે. ત્રણ જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે.

ઓગસ્ટની શરૂઆતમાં 15 દરવાજા ખોલાયા હતા. મહિનાની શરૂઆતમાં 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા.1લી ઓગસ્ટે સાંજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના વધુ 5 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા ખોલી 3 લાખ 27 હજાર ક્યૂસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ગતરોજ બુધવારે સાંજે 5 કલાકે 1 લાખ 52 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે, જે પાણી રાતિ્રના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યું હતું એનાથી નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 210776 લાખ ક્યૂસેક જેટલી થઇ રહી છે. નદીમાં પાણીની જાવક 95000 ક્યૂસેક થઇ રહી છે. કેનાલમાં પાણીની જાવક 5242.00 ક્યૂસેક. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.2 સે.મી.નો વધારો નોંધાયો છે. નદીમાં મહત્તમ 95,000 ક્યૂસેક પાણી વહેશે ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને સવારે ડેમના દરવાજા પુનઃ ખોલવામાં આવ્યા છે. ગેટ મારફત મહત્તમ 45,000 ક્યૂસેક અને રિવરબેડ પાવરહાઉસ મારફત 45,000 ક્યૂસેક પાણી છોડવાની જાહેરાતને કારણે નદીમાં મહત્તમ 95,000 ક્યૂસેક પાણી વહેશે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!