ભરૂચ,
– જુના તવરા પોસ્ટ ઓફિસ ખાતે ટપાલોના ઢગલે ઢગલા, છેલ્લા 15 દિવસથી ટપાલ વિતરણ ના થતાં ગામ લોકોને જરૂરી ડોકયુમેન્ટ ના મળતાં ગામ લોકોને હાલાકી
– શું હવે જુના તવરા ગામ અને આસપાસની સોસાયટીના લોકોને ટપાલ લેવા હવે તવરા પોસ્ટ ઓફિસ ખાતે જવું પડશે?
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલો ના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી તપાલ ન મળતાં ગામ લોકોને જરૂરી ડોક્યુમેન્ટ માટે પોસ્ટ ઓફિસ ખાતે જાતે જવું પડે છે તો ત્યાં ટપાલના ઢગલા જોવા મળ્યા હતા.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ એ ટીપી સ્કીમમાં પ્રથમ સમાવિષ્ટ ગામ અને હાલ આ ગામમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રેહલુ છે ત્યારે જુના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલો ના ઢગલા જોવા મર્યા હતા. જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા 15 દિવસથી ન મળતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસ પર જાતે જવું પડે છે. પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશીબેન એચ પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવભાઈ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી, આ બાબતની જાણ અમોએ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે પરંતુ હેડ ઓફિસથી પણ ધ્યાન ના આપવામાં આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવો કરતા આખરે ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપડી ટેન્ડર અર્જુનસિંહ ચાવડા સાહેબે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી અને તેઓએ પણ ગામ લોકોને ઉડાવ જવાબ આપ્યા હતા. તેઓએ ગામ લોકોને વહેલી ટકે હવે ટપાલ વિતરણ કરવા માટે નવા માણસો મૂકી દઈશું તેવી બાહેધારી આપી હતી.





