નબીપુર, ભરૂચ
– દરેક ધર્મના ભાવિકોની બહોળી હાજરી
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવાની દરગાહ આવેલ છે જેનો વાર્ષિક ઉર્ષના મોકા ઉપર ગુરુવાર તા.21 ઓગસ્ટ 2025 નારોજ રાત્રે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલશા સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્તાના ઉપર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી.
આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશઈમામ, નાયબ પેશઇમામ, પાટણવાળા બાવા, શીનોરના ગાડીનાશીન સમસાદબાવા સહિત દરેક ધર્મના ભાવિકો ઉમટી પડયા હતા. સંદલ શરીફની પૂર્ણાહૂતિ પછી મહેફીલે શમાનો કાર્યક્રમ દરગાહના પટાંગણમા રખાયો હતો.





