વાગરા, ભરૂચ
આજ રોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખજાનચી સ્વ અહમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકા કોંગ્રેસ ઓફિસ પર ફૂલો ચડાવી શ્રદ્ધાંજલિ આપી ત્યાર બાદ વાગરા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આસિફ પટેલ, શકીલ રાજ, રઘુવીર સિંહ ચોહાણ, અસ્લમ રાજ, ફિરોજ રાજ, જાબિર પટેલ, હસન ભટ્ટી, પ્રજય રાવલ, મકસુદીન રાણા, વસીમ સેહરી ઐયુબ કલમ, વસાવા ચંદુ ભાઈ, સહિત કૉંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહીને અહમદ પટેલના ભરૂચ જિલ્લા માટે કરેલા કાર્યો કર્યા બિરદાવ્યા હતા. વધુમાં આસિફ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર, દહેજ, વિલાયત, સાયખામાં જીઆઈડીસી આવેલી છે તે પણ અહમદ પટેલ ની દેન છે.





