લો બોલો, જો તમારે નવું શીખવું હોય તો કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનના કોન્ટ્રાકટર ને મળો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ, પંચમહાલ

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન પર રેલવેની ખાનગી એજન્સીની સીસી રોડ કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. રસ્તા વચ્ચેથી વીજ થાંભલા દૂર કર્યા વિના સીસી રોડની ભરાઈ કરી દેવામાં આવી હતી જેના લીધે વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે. કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીંગલી સુધીના માર્ગ પર વીજ પોલ ખસેડ્યા વિના માર્ગ બનાવી દેવામાં આવ્યો, રોડની ભરાઈ પણ કરી દેવામાં આવી. પીંગળી ફાટક અને ડેરોલ સ્ટેશનને જોડતો માર્ગ આ ત્રણ કિલોમીટરનો માર્ગમાં રોડ બનાવી દેવામાં આવ્યો છે પરંતુ વીજ પોલ રોડની અંદર જ ઊભા છે. દિવસે પણ અકસ્માત થાય તે રીતે બે વીજ પોલ ઉભા છે. વાહન ચાલકોમાં આ વીજ પોલને કારણે રસ્તા પર અવરજવર કરવા માટે ભય લાગી રહ્યો છે. વીજ ચાંદલા રસ્તા વચ્ચે હોવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે કાનોડ પીંગળી ગામ નજીક પસાર થતા રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈ શામળદેવી ગામથી ડાઈવરજન આપવામાં આવ્યું છે. આ વીજ પોલ જલ્દીથી ખસેડાય અને અકસ્માત ના સર્જાય તે માટે વાહન ચાલકો અને મુસાફરો આ વીજ પોલ જલ્દીથી ખસેડાય તેવું ઈચ્છે રહ્યા છે

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!