કાલોલ, પંચમહાલ
કાલોલ તાલુકામાં 79 માં સ્વતંત્ર દિવસની ઉજવણી આન બાન અને શાનથી કરવામાં આવી. કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણાએ ધ્વજારોહન કરી ધ્વજ ફરકાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ચૂંટાયેલા સેવકો નગરજનો બાળકો જોડાયા હતા. કાલોલ બોરુ પ્રાથમિક શાળા ખાતે એક બાળકના હસ્તે ધ્વજ રોહન કાર્યક્રમ કરવામાં આવ્યો. ગુરુ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામમાં ફરી દેશભક્તિના સૂત્રોચારો કરી સ્વતંત્રતા પર્વને હર્ષ ઉલ્લાસથી ઉજવાયો હતો. બોરૂ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી અને સમર્પિત શિક્ષક પરમાર કામિનીબેન ને આચાર્ય રંજનબેન અને સી.આર.સી નયનાબેન ના હસ્તે આ વર્ષે પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે તેમની અનોખી સેવાઓ, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના યોગદાનને માન આપી આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે પાઠ્યપુસ્તક જ નહીં પરંતુ નૈતિક મૂલ્યો સંસ્કાર અને સમાજસેવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. સી.આર.સી કોર્ડીનેટર નયનાબેન, શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આમ કાલોલ તાલુકામાં મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત તથા દરેક શાળાએ સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર, કાલોલ – પંચમહાલ





