સમગ્ર જિલ્લામાં 79 માં સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

સમગ્ર દેશમાં તથા જિલ્લામાં 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે. દેશના લોકો આઝાદીના માહોલમાં રંગાઈ ગયા હોય જ્યાં જુઓ ત્યાં દેશ ભક્તિ જોવા મળી રહી છે. શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ દ્વારા યોજાયેલ તિરંગા રેલીઓ અને નારાઓથી વાતવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. આજે 79 માં સ્વતંત્રતા પર્વના રોજ સમગ્ર દેશમાં સરકારી, અર્ધ સરકારી શાળાઓ, નગર સેવા સદનો, પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્ધ્વજને આન બાન સાથે ફરકાવવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રમુખ મહેન્દ્ર વાસડીયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના લોકોને ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પંચાયતના સભ્યોને અધિકારીઓ હાજર રહ્યા હતા.જ્યારે ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી અપાય હતી જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત ચૂંટાયેલા સભ્યો સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે ભરૂચ શહેરમાં આવેલી શાળાઓ, સરકારી કચેરીઓ, ગ્રામ પંચાયતો, સ્વેચ્છિક સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, જિલ્લા જેલ ખાતે ધ્વજવંદન ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ કસકમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા ધ્વજવંદન કરાયું હતું જ્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં પણ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. શહેરમાં આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં પણ 15 મી ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 103 વર્ષના પુષ્પાબેન પટેલના વરદ હસ્તે ધ્વજ વંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!