છોટાઉદેપુર,
વડનગર પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં આખા ભારતમાંથી દસ રાજ્યોમાંથી 20 વિદ્યાર્થીઓને બોલાવવાના હતા જેમાં ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓ પૈકી એક વિધ્યાર્થી બી.એ.પી.એસ સ્વામિનારાયણ વિદ્યામંદિર – બોડેલીના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તક્ષ ભાવેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો એમની નોંધ આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધેલ વિદ્યાર્થીને પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરેલ છે. તેઓને છોટાઉદેપુર જીલ્લાના કલેક્ટર શ્રીમતી ગાર્ગીબેન જૈન તથા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદ પરમાર સાહેબશ્રી એ પણ શુભેચ્છા પાઠવી હતી.
બી.એ.પી.એસ સ્વામિનારાયણ વિદ્યામંદિર બોડેલી આજે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ દરમિયાન વડનગર ખાતે યોજાયેલા પ્રેરણના કાર્યક્રમમાં દેશભરમાં અલગ અલગ રાજ્યોમાંથી બબ્બે વિદ્યાર્થીઓ સહિત કુલ 20 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જે પૈકી ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓ પૈકી ડભોઇ તાલુકાના નડા ગામના તક્ષ કુમાર ભાવેશભાઈ પટેલને આજરોજ છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન તથા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી પરમાર ધ્વારા તક્ષ કુમાર પટેલને પ્રધાનમંત્રીશ્રી એ પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરેલ જેના ભાગરૂપે શુભેચ્છા પાઠવી હતી. કલેક્ટરશ્રી એ તક્ષકુમાર સાથે ભવિષ્યના અભ્યાસનો સંવાદ કર્યો. તેઓનો વિદ્યાર્થી સાથેનો નિખાલસ સંવાદ અને સ્વભાવ પણ એક આગવી ઓળખ ઉભી કરે છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, બોડેલી – છોટાઉદેપુર

