અબોલ પશુ પ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી નું છોટાઉદેપુર, બોડેલી, જબુગામ પાવીજેતપુરના વૈષ્ણવો દ્વારા ઉષ્માભેર કરાયું સ્વાગત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે છેવાડાના વૈષ્ણવોની હર હંમેશ ચિંતા કરતા તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી ની આજ્ઞા આશીર્વાદ અનુસાર અબોલ પશુ પ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી છોટાઉદેપુર, પાવીજેતપુર, જબુગામ, બોડેલી, ખાતે આવી પહોંચતા આજની ઘડી તે રળિયામણી હેજી મારો વ્હાલોજી પધાર્યા, આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ પ્રભુજી મારે ઘેર પધાર્યા હે, ગોકુલના ગિરધારી રે, ધોળ પદ, વધાઈ, કીર્તનના અલૌકિક ભક્તિ ગીતો દ્વારા કાંકરલી, ચંપારણ ધામ જેવો માહોલ સર્જાયો હતો. પૂર્વ પટ્ટીના દરેક ગામોમાં વૈષ્ણવો મહિલાઓ યુવાનો દ્વારા પૂજ્ય શ્રી નું  માલ્યાપણૅ દ્વારા રંગારંગ સ્વાગત કરાયું અને પૂજ્યશ્રીને ઝુલત ઝુલાવે ગોકુલ ચંદ આજ હિંડોળે ઝુલે એમ શણગારેલ હીચકામાં બિરાજમાન કરીને ઝુલે ઝુલાવવામાં આવ્યા હતા. હાથો હાથ વૈષ્ણવો પવિત્રા પૂ. શ્રી ને અંગીકાર કરીને ભાવવિભોર જોવા મળ્યા. પૂ.શ્રી એ સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતું કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ આપીને મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને પુષ્ટિ ભક્તિ ખીલવવા માટે વૈષ્ણવોને અનુરોધ કર્યો હતો. યુવાઓ પણ વધુમાં વધુ સંપ્રદાય પ્રત્યે સચેત રહે એવી વિશેષ અપીલ પણ કરી હતી. પૂજ્ય શ્રી ના કરકમલો દ્વારા  શણગારેલ હિંડોળામાં પ્રભુને ઝુલાવીને અને આરતી ઉતારવામાં આવી હતી. વૈષ્ણવો અલૌકિક દર્શન કરી ભાવુક થયાં

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર

 

 

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!