કાલોલ, પંચમહાલ
કાલોલ તાલુકાના કાલંત્રા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતી એક 22 વર્ષીય પરણીતા શાંતાબેન રાઠવાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે શાંતાબેન રાઠવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાંતાબેનને તેના સાસરીયા દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી જેને લઈને શાંતાબેને આ પગલું ભર્યું હતું જ્યારે સમગ્ર ઘટનાને લઈને વેજલપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના 12 ઓગસ્ટ 2025ના રોજ સવારે 8થી 10:10 વાગ્યાની વચ્ચે બની હતી. શાંતાબેન, જેઓ કલ્પેશભાઈ રાઠવાના પત્ની અને છત્રસિંહ ગનુભાઈ રાઠવાની દીકરી હતા, તેમણે તેમના ઘર નજીકના એક ખેતરમાં આવેલા ઝાડ પર ગળે ફાંસો ખાધો હતો.પોલીસે અકસ્માત મોતનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક શાંતાબેને કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું.
કાલોલ તાલુકાના કાલંત્રા ગામે એક 22 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી બીજી બાજુ સમગ્ર ઘટનાને લઈને વેજલપુર પોલીસે મથકમાં અકસ્માતની ફરિયાદ નોંધાય છે જ્યારે પરણીતાના ભાઈ ગુલાબભાઈ છત્રસિંહ રાઠવા આક્ષેપ કર્યો છે કે તેઓની બહેન શાંતાને તેમના સાસરી પક્ષના દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે ગળે ફાંસો ખાઈને જીવ ગુમાવ્યો છે જ્યારે આવી ઘટના બની ત્યારે મારી બહેનને સાસરી પક્ષ વાળાએ અમને જાણ કરી નથી પરંતુ મારા ફોઈના છોકરાએ જાણ કરી હતી કે તમારી બેન શાંતાએ ગળે ફાંસો ખાઈ લીધો છે જેથી અમે તાત્કાલિક વેજલપુર પોલીસ મથકમાં જાણ કરી હતી પોલીસે મારી બહેનના મૃતદેહ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક શાંતાબેનના ભાઈ ગુલાબ ભાઈ છત્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે મારી બેન મરતા પહેલા અમાર ઉપર ફોન આવ્યો હતો. અને ફોન ઉપર કહ્યું હતું કે મારા સાસરી પક્ષ વાળા મને ખૂબ જ હેરાન કરે છે એવું કહીને ફોન બંધ કર્યો હતો પછી કલાક પછી ખબર પડી કે મારી બેન શાંતાએ ગળે ફાંસો ખાઈ લીધો છે.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ
