ઝઘડિયાના સરસાડ ગામની માધ્યમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય ૩૧ હજારની લાંચ લેતા ઝડપાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– શાળા પરિવહન યોજના હેઠળ પાસ કરવાના બિલો માંથી મહિનાના ત્રણ હજાર લેખે લાંચ માગી હતી

ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ બચુભાઈ પટેલ શાળા પરિવહન યોજના હેઠળ વાહનના માલિક પાસે મહિનાના બીલના પાસ કરાવવાના થતા બિલોમાંથી લાંચની માંગણી કરતા તેના દ્વારા એસીબીનો સંપર્ક કરી છટકુ ગોઠવતા આબાદ ઝડપાઈ ગયો હતો.

બનાવવાની વિગત એવી છે કે કલ્પેશ બચુભાઈ પટેલ જેઓ ઈન્ચાર્જ આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા સરસાડ ખાતે ફરજ બજાવે છે, સરકારી માધ્યમિક શાળામાં ઈકો ગાડી ફેરવવા માટે તેના માલિક ફરિયાદી પાસે ઈન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ દ્વારા શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે રાખેલ હતા અને આ યોજના હેઠળ પાસ કરવાના થતા બીલો માંથી એક મહિનાના  રૂપિયા ત્રણ હજાર લેખે કમિશન પેટે આપવાનું જણાવેલ, જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના ત્રણ મહિનાના નવ હજાર તેમજ અન્ય એક સાહેદના વર્ષ ૨૦૨૪ ના મારૂતિવાનના રૂપિયા તેર હજાર અને વર્ષ ૨૦૨૫ ના ત્રણ મહિનાના રૂપિયા નવ હજાર એમ મળી કુલ રૂપિયા એકત્રીસ હજારની ફરિયાદી પાસે લાંચની માંગણી કરેલ હતી. ફરિયાદીએ આ લાંચની રકમ ઈન્ચાર્જ આચાર્યને કલ્પેશને આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો જેમાં પીએચ ભેસાણીયા ના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે શિંદે ભરૂચ એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ભરૂચ સ્ટેશન દ્વારા સરકારી માધ્યમિક શાળા સરસાડના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું જે દરમ્યાન ફરિયાદી સાથે કલ્પેશે હેતુલક્ષી વાતચીત કરી હતી અને રૂપિયા એકત્રીસ હજાર લાંચના નાણાં સ્વીકારતા આબાદ છટકામાં ઝડપાઈ ગયો હતો. ઈન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!