ભરૂચ જિલ્લામાં વાલિયા 2 લોકેશનની 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાના વાલિયા 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે.

તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીમ ચોકડી નજીક અકસ્માતનો કિસ્સો મળતાં જ વાલિયા 108 લોકેશન પર ફરજ બજાવતા EMT નિલમ પટેલ અને પાયલોટ મોહનલાલ વસાવાએ વિલંબ કર્યા વિના જરૂરી તૈયારી કરી સ્થળ પર દોડી ગયા.ત્યાં પહોંચીને તેમણે બેભાન હાલતમાં એક વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યો. સારવાર દરમ્યાન દર્દી પાસે આશરે ₹10,860 રોકડ અને એટીએમ કાર્ડ મળ્યું, જેના વિષે ફરજ પરના સ્ટાફે તરત જ દર્દીના સગાંઓને જાણ કરી. 12 ઑગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા દર્દીના સગાઓને રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ સચોટ પરત અપાયા. આ ઘટનાથી વાલિયા 2 લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે માત્ર સેવા જ નહીં, પણ પ્રામાણિકતાનો પણ ઉત્તમ સંદેશ આપ્યો છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!