નર્મદામાંથી 3.50 લાખનો દારૂ સાથે એક આરોપીની ધરપકડ – અન્ય એક આરોપી ફરાર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

5 લાખની ગાડી સાથર 8.50 લાખનો મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ તો એક વોન્ટેડ – દારૂ ભરેલી ક્રેટા ગાડીને ડેડીયાપાડાથી ઝડપી પાડતી એલ.સી.બી નર્મદાની ટીમ

ગુજરાતમાં દારૂ મળતો નથી એ વાત ને બુટલેગરોએ ખોટી પાડી છે. દારૂ બંધી વાળા રાજ્ય ગુજરાતમાં સૌથી વધુ દારૂની હેરાફેરી થાય છે એની સાબિતી ડેડીયાપાડા માંથી દારૂ ભરેલી ક્રેટા ગાડી માંથી 3.50 લાખનો દારૂ અને 5 લાખની ગાડી સાથે આરોપીઓ પકડીને પુરાવો આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આર.જી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી કરતાં ડેડીયાપાડા વિસ્તારના હાટ બજાર પાસેઆવેલ પી.ડબ્લ્યુ.ડી.ની કચેરીની પાર્કિંગમાં વિદેશી દારૂની હેરાફેરી તથા કટીંગ થઈ રહેલ હોવાની ચોક્કસ બાતમીને આધારે ડેડીયાપાડાના પી.ડબ્લ્યુ.ડીની કચેરીની પાર્કિંગમાં રેઈડ કરતાં એક સફેદકલરની ક્રેટા રજીસ્ટ્રેશન નં. જીજે ૭ ડીસી ૫૧૦૦ ફોરવ્હીલ ગાડી સાથે એક ઈસમ વિદેશીદારૂની હેરાફેરી કરતો  પકડી પાડેલ છે. ગાડીની ઝડતી કરતાં ફોરવ્હીલ ગાડીમાંથી વિદેશીદારૂની નાની-મોટી બોટલ મળી કુલ- ૧,૨૧૨ મળતા કિંમત રૂ. ૩,૫૦,૧૯૦ તથા ફોરવ્હીલ ગાડી-૧ કિંમત રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૮,૫૦,૧૯૦ નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે .આરોપી કિશન હર્ષદ તડવી રહે. વૈકુઠ ફળીયુ ડેડીયાપાડા તા .ડેડીયાપાડાને ઝડપી પાડી કાયડેસરની કાર્યવાહી હાથધરી છે.

જયારે આશિફ ઉર્ફે પયો અસરફ મોગલ રહે. પારસી ટેકરા ડેડીયાપાડાને વોન્ટેડ જાહેર કર્યો છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!