ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હોવા છતાં તેમની ગેરહાજરીમાં આદિવાસીઓની જંગી રેલી – ચૈતર વસાવાની બન્ને પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ લીધી આગેવાની

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

વિશ્વ આદિવાસી દિવસે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હોવા છતાં તેમની ગેરહાજરીમાં ચૈતર વસાવાના સમર્થનમા આદિવાસીઓની જંગી રેલી નીકળી હતી. ચૈતર વસાવાની બન્ને પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ આગેવાની લીધી હતી. બન્ને પત્નીઓ આદિવાસીના પારંપરી ટ્રેડિંશનલ પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. જેલ કે તાલે તૂટેન્ગે, ચૈતરભાઈ છુંટેંગે ના નારા લાગ્યા હતા.

આમ આદમી પાર્ટીનું આદિવાસી દિવસે શક્તિપ્રદર્શન કર્યુ હતું. ચૈતર વસાવાના માસ્ક લગાવીને કાર્યકરોએ જન સમર્થન આપ્યું. ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના વાજીંત્રો સાથે મોટી રેલી કાઢવામાં આવી હતી. યુનો દ્રારા ઘોષિત ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે દેડીયાપાડા ખાતે મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં સ્વેચ્છાએ ભેગા થયા હતા.

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા તથા યુવરાજસિંહ જાડેજા, દેવેન્દ્ર વસાવા, નિરંજન વસાવાએ સભાને સંબોધન કર્યું.

આ કાર્યક્રમમા ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમા લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાના માસ્ક લગાવીને જન સમર્થન આપ્યું હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!