મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

જંબુસર,

– 25,000 ઉપરાંત ગ્રાહકો જમીનદાર ઈન્કમટેક્સ ભરનારા તથા એમસીએ ડાયરેક્ટર

જંબુસર તાલુકામાં પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનોમાં ત્રણ પ્રકારના રેશનકાર્ડ હોય છે જેમાં એપીએલ બીપીએલ અંત્યોદય આ તમામ રેશનકાર્ડ ધારકોએ કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં 25,000 ઉપરાંત રેશનકાર્ડ ધારકો જમીનદાર ઈન્કમટેક્સ અને જીએસટી ભરનારા એમસીએ ડાયરેક્ટર હોવાની પોલ ખુલી હતી અને આ રેશનકાર્ડ ધારકોને સાત દિવસમાં ખુલાસા કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતભરની સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશનકાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ, બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકો હોય આ તમામ રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એન એસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમારના માર્ગદર્શન હેઠળ 25 હજાર ઉપરાંત રેશનકાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં 20,895 રેશનકાર્ડ ધારક જમીનદારો, ચાર રેશનકાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશનકાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 એમસીએ ડાયરેક્ટર તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાની પોલ ખુલી હતી.આ તમામ રેશનકાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દિન સાતમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે,પૂર્તતા નહીં થાય તેવા બાકી રદ્દપાત્ર ગ્રાહકોના નામ રદ્દ કરાશે તેમ મામલતદાર એન એસ વસાવા તથા નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમાર દ્વારા જણાવ્યું છે.જંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એનએફએસએ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફાફડાટ વ્યાપ્યો હતો.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!