25 વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલાયો, ભરૂચ પોલીસે ધાડ અને લૂંટના ફરાર આરોપીને દબોચી કાયદાનું શાસન સ્થાપિત કરાવ્યું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ગુજરાત પોલીસની કાર્યદક્ષતા, ખંત અને ટેકનોલોજીના સમન્વયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં ભરૂચ પોલીસે 25 વર્ષ જૂના ધાડ અને લૂંટના ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડી ઇતિહાસ રચ્યો છે. આ કેસ એ સાબિત કરે છે કે પોલીસ માટે કોઈ ગુનો ક્યારેય ભૂતકાળ નથી બનતો, પરંતુ કાયદાના શાસનને પુનઃસ્થાપિત કરવા માટેનો એક પડકાર હોય છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે અથાક પ્રયાસો બાદ આ સફળતા મેળવી છે, જે પ્રશંસાને પાત્ર છે. આશરે 25 વર્ષ પહેલાં ભરૂચ જિલ્લામાં સનસનાટીપૂર્ણ ધાડ અને લૂંટની બે ઘટનાઓ બની હતી. ગુનેગારોએ દેરોલ સ્થિત એક પેટ્રોલપંપ અને નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી ન્યાયમંદિર હોટલ પાસેના પેટ્રોલપંપને નિશાન બનાવ્યા હતા. આ લૂંટ દરમિયાન કુલ 3,09, 870 ની રોકડની લૂંટ થઈ હતી. આ ગુનાએ સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાવ્યો હતો અને આરોપીઓ પોલીસની પકડથી દૂર રહી ગયા હતા તે સમયે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 395 (ધાડ) અને BP એક્ટ કલમ 135, આર્મ્સ એક્ટ 25 (1 C) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ આરોપી શોભાન પોલીસના હાથમાં આવ્યો ન હતો. ભરૂચ પોલીસ માટે આ ગુનો માત્ર એક ફાઇલ ન હતો પરંતુ ન્યાય સ્થાપિત કરવાની એક પ્રતિબદ્ધતા હતી. છેલ્લા 25 વર્ષથી ચાલતી આ તપાસને નવો વેગ આપતાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એસ.ચાવડા ના નેતૃત્વ હેઠળની ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે આ કેસને ફરીથી જીવંત કર્યો. ટેકનોલોજી અને આધુનિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ટીમે ગુનાની જૂની વિગતો અને આરોપીઓના સંભવિત ઠેકાણાં પર ઊંડાણપૂર્વક કામગીરી શરૂ કરી છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!