પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમનો ગેરકાયદેસર રેતી વહન પર સપાટો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

પંચમહાલ,

પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામ ખાતે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ગેરકાયદેસર રેતી વહનની પ્રવૃત્તિ પર સપાટો બોલાવ્યો હતો.

ખાણ ખનીજ વિભાગની ટીમ જાંબુઘોડા તાલુકામાં રૂટિંગ ચેકિંગ દરમિયાન નીકળી હતી. આ દરમિયાન ટીમને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે ખાખરીયા ગામ ખાતે કેટલાક લોકો બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરી રહ્યા છે.

બાતમીના આધારે વિભાગની ટીમે ખાખરીયા ગામ ખાતે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ટીમે રેતી ભરેલા સાત ટ્રેક્ટર અને બે ટ્રક મળી કુલ નવ વાહનો જપ્ત કર્યા હતા. આ વાહનોની કિંમત અને રેતી સહિત કુલ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

વિભાગે રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરનાર નવ લોકોની પણ અટકાયત કરી છે. પકડાયેલા તમામ વાહનો અને મુદ્દામાલને જાંબુઘોડાના ખાખરીયા ખાતે આવેલા અંબિકા સ્ટોક ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યા છે.

આ કાર્યવાહીને પગલે પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગે પકડાયેલા તમામ આરોપીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર :  રમેશભાઈ કોન્ટ્રાક્ટર, કાલોલ – પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!