નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક સંપન્ન – જિલ્લાકક્ષાના કાર્યક્રમને સુપેરે પાર પાડવા અધિકારીઓને સૂચના અને જરૂરી માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન માટે અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. બેઠકમાં કલેક્ટરે ૧૫ ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ હતું તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી. ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી સંભવંત  સિતારામ સેવા ટ્રસ્ટના કંપાઉન્ડ ખાતે વાલીયા ખાતે કરવામાં આવશે.

કલેક્ટરની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં, જિલ્લા પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!