મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું – ૨૦૧૫ એકર વિસ્તારમાં ૩૯૦૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૮૧૫ હેક્ટર (૨૦૧૫ એકર) વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૨૦૨૦માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઈન્ટ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર GIDC દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીએ જિલ્લાઓની તેમની મૂલાકાત દરમ્યાન જે તે જિલ્લામાં નિર્માણાધિન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો જે ઉપક્રમ હાથધર્યો છે તે સંદર્ભે આ બલ્ક ડ્રગ પાર્કની મૂલાકાત લીધી હતી.તેમણે બલ્ક ડ્રગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ પાર્કની મુલાકાત દરમ્યાન જે કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

બલ્ક ડ્રગ પાર્કને મુખ્ય માર્ગ-રસ્તાને જોડતી કનેક્ટિવિટી માટે એપ્રોચ રોડ, કમ્પાઉન્ડ વોલ, ઈન્ટરનલ રોડ તથા પ્રી-કાસ્ટ વરસાદી પાણીની ગટર, ઈન્ટરનલ પાણી પુરવઠા વ્યવસ્થા અને એફ્લ્યુઅન્ટ ડિસ્પોઝલ સહિતની ચાલી રહેલી કામગીરી વિશે મુખ્યમંત્રીઓ માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.આ કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને અન્ય સુવિધાઓનો વિકાસ રૂ.૫૫૦ કરોડના ખર્ચ થઈ રહ્યા છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે રૂ.૩૯૨૦ કરોડના ખર્ચે આકાર પામશે અને સંભવતઃ માર્ચ-૨૦૨૭ સુધીમાં પૂર્ણ થઈ જશે તેની વિગતો મુખ્યમંત્રીને આ મૂલાકાત દરમ્યાન આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી સાથે આ મૂલાકાત વેળાએ ધારાસભ્ય ડી.કે.સ્વામી, જીઆઈડીસીના મેનેજીંગ ડિરેક્ટર પ્રવિણા ડી.કે, ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જીઆઈડીસીના ચીફ ઈજનેર  મેણાત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!