અંકલેશ્વર ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લામાં ₹637.90 કરોડના વિકાસના 34 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર,

અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાને વિકાસના 34 કામો કિંમત રૂપિયા 637.90 કરોડનું ઇ લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું. જેમાં રસ્તાના 18 કામો ₹586 કરોડનું ભૂમિપૂજન. નવનિર્મિત 16 માર્ગ રૂપિયા 51.88 કરોડના ખર્ચેનું લોકાર્પણ. માર્ગ અને મકાન વિભાગના ₹5.47 કરોડના 11 કામો. શહેરી – ગૃહ નિર્માણના 34.17 કરોડના બે કામ. શિક્ષણ વિભાગના 18.29 કરોડના 17 કામો. અંકલેશ્વર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કોસમડીમાં રૂપિયા 6.90 કરોડના ખર્ચે, આરોગ્યના 1.95 કરોડના 3 કામની ભેટ જિલ્લાને આપી.ભૂમિપૂજનના કામોમાં ₹400 કરોડનો 46 કિમીનો 4 લેન આમોદ, રોઝા, મુલેર, દહેજને એક્સપ્રેસ વે થી જોડતો. વાલિયા – ઝઘડિયા 60 કરોડનો માર્ગ અને અંકલેશ્વર – વાલિયા – નેત્રંગ 4 લેન 42 કરોડનો માર્ગ મુખ્ય રહ્યા.મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને આ કામો ગુણવત્તાસભર થાય તે માટે ટકોર પણ કરી હતીમુખ્યમંત્રીએ અમેરિકાના ટેરીફ અંગે આડકતરી રીતે નિવેદન આપતા, સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરાયુ હતું.મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાના પાંચ ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રીતેશ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, કલેકટર ગૌરાંગ મકવાણા, DDO યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, નિરલ પટેલ, વિનોદ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot
Screenshot
The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!