સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં ધરખમ વધારો – નર્મદા ડેમ 81.52 ટકા ભરાતા નર્મદા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં ધરખમ વધારોથઈ રહ્યો છે. મધ્ય પ્રદેશના ઉપરવાસ માંથી 4,93,363 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલી 4,04,577 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં ખુલ્લા રાખવામાં આવ્યા છે.

ડેમમાં પાણીની જાવક 4,04,319 ક્યુસેક નોંધાઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.46 મીટરે પહોંચી  છે. ડેમની સપાટીમાં 24 કલાક માં 15 સેમીનો વધારો  નોંધાયો છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે તેથી હાલ નર્મદા ડેમ 81.52 ટકા ભરાયો. નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો  છે. ડેમ ઉપર સત્તાધીશોની ચાપતી નજર. ડેમની વઘતી સપાટી પર છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 8077.90 MCM છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠા  વિસ્તારના 27 ગામો એલર્ટ કરાયા છે, ખાસ ભરૂચના નીચાણ વાળા વિસ્તારો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!