નર્મદા જિલ્લાને સંપૂર્ણતા અભિયાનમાં સિલ્વર મેડલ: આરોગ્ય, શિક્ષણ, ખેતી અને ભૌતિક સુવિધાઓ ક્ષેત્રે ફ્રન્ટલાઇન વર્કર્સનું નોંધપાત્ર યોગદાન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

રાજપીપલા ખાતે ડો. આંબેડકર ભવન હોલમાં નર્મદા જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેકટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં સંપન્ન થયો.

ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે સંપૂર્ણતા અભિયાનમાં આરોગ્ય, શિક્ષણ, ખેતી, જળસંપતિ્ત અને ભૌતિક સુવિધાઓ ક્ષેત્રે ફ્રન્ટલાઇન વર્કર્સનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમની કાર્યક્ષમતા અને નિષ્ઠાને બિરદાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર એસ.કે. મોદીએ જણાવ્યું કે નર્મદા જિલ્લાને એસિ્પરેશનલ ડિસિ્ટ્રક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા 6 પ્રાથમિક ઇનિ્ડકેટર્સમાંથી જિલ્લા સ્તરે પાંચ સૂચકાંકોમાં સંપૂર્ણતા હાંસલ કરવામાં આવી છે.એસિ્પરેશનલ બ્લોક તરીકે નાંદોદ તાલુકામાં પણ 6માંથી પાંચ સૂચકાંકોમાં સંપૂર્ણ સેચ્યુરેશનની સિદ્ધી મેળવવામાં આવી છે. બાકીના પેરામિટર્સ માટે આગામી વર્ષમાં લક્ષ્યાંક મેળવવાનું આયોજન છે.

નીતિઆયોગ દ્વારા સંચાલિત આ અભિયાનમાં આઈસીડીએસ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી અને જિલ્લાના અન્ય વિભાગોના કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કલેકટરશ્રીએ આશા વ્યક્ત કરી કે આવતા વર્ષે તમામ આયામોમાં શ્રેષ્ઠતા હાંસલ કરીને નર્મદા જિલ્લો ગોલ્ડ મેડલ મેળવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2018માં સમગ્ર ભારતમાં 112 જિલ્લાઓમાં એસિ્પરેશનલ ડિસિ્ટ્રક્ટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના દાહોદ અને નર્મદા જિલ્લાને પણ આમાં આવરી લેવામાં આવ્યા હતા.

વર્ષ 2023માં આ કાર્યક્રમને તાલુકા કક્ષાએ લઈ જવા એસિ્પરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. નીતિ આયોગ દ્વારા 4 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2024 સુધી ત્રણ મહિનાનું સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 29મી જુલાઈના રોજ મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાના સંપૂર્ણતા અભિયાનમાં જિલ્લા કલેકટર એસ.કે. મોદીને જિલ્લાની ઉત્તમ કામગીરી બદલ સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!