જીવાણા ગામની ડેરીની ચુંટણી પ્રક્રિયામાં ફીલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે ઉમેદવારો દ્વારા ન્યાય સંગત રિકાઉન્ટની માંગણી કરવામાં આવી તો ચુંટણી અધિકારીએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વિના રિકાઉન્ટ કરવાની ચોખ્ખી ના પાડી અને પોલીસ બંદોબસ્ત હોવા લોકોની વચ્ચેથી મતદાનપેટી બહાર લઈ જતાં લોકોમાં ચકચાર મચી ગઈ હતી, જેથી આ કોઈ પૂર્વયોજીત કાવતરું હોવાની શંકા હોવાનું લોકોમુખે ચર્ચાય રહ્યું છે.
સ્થળ પર ઉપસ્થિત લોકોના દબાણ અને વિરોધ બાદ અધીકારીઓએ પેટી પાછી લાવી રિકાઉન્ટ ચાલુ કરવાનું કહ્યું હતું પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો હતો કે એક કલાક પેટી ક્યાં હતી શું કોઈ મોટો ફેરફાર કર્યો હશે કે કેમ એ ચર્ચાનો વિષય રહ્યો હતો. આ સમગ્ર ઘટના લોકોએ વિડિયોમાં કેદ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લોકોનો ચુંટણી અધિકારી ઉપર ભરોસો રહ્યો ના હોય સ્થાનિક લોકો અને ઉમેદવારોની એક માંગ છે કે આ તમામ બાબતની ન્યાયિક તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી મતદાન પ્રક્રિયા ફરીથી શુદ્ધ અને પારદર્શક રીતે થાય. ચૂંટણી અધિકારી કોના દબાવમાં આવીને આવું લોકતંત્ર વિરુદ્ધનું કાર્ય કર્યું એ સવાલ લોકોમાં ચર્ચાય રહ્યો છે. સ્થાનિક લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જેમ જેમ લોકતંત્રને દબાવવાનો પ્રયાશ થશે તેમ જનતાનો અવાજ પ્રચંડ બનશે. આ લોકશાહી છે કે રાજાશાહી તે જવાબ હવે તંત્રને આપવાનો છે અને તંત્ર આના વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે આગળ જોવાનું રહ્યું.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર – રમેશભાઈ ચૌધરી, દિયોદર
